Shani Dev Margi: ધનતેરસથી આ રાશિના જાતકોનું ભાગ્ય પલટી જશે, શનિદેવની ભરપૂર લાભ કરાવશે
Shani Dev Margi in Capricorn: શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તમામ નવ ગ્રહોમાં તેમનું મહત્વપૂર્ણ સ્થાન છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે શનિદેવની કૃપા દ્રષ્ટિ તેમના પર પડે, કારણ કે તેમની નકારાત્મક દ્રષ્ટિ પડવાથી માણસોને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. શનિદેવ હાલ મકર રાશિમાં વક્રી અવસ્થામાં છે એટલે કે ઉલ્ટી ચાલ ચલી રહ્યા છે.
Shani Dev Margi in Capricorn: શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તમામ નવ ગ્રહોમાં તેમનું મહત્વપૂર્ણ સ્થાન છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે શનિદેવની કૃપા દ્રષ્ટિ તેમના પર પડે, કારણ કે તેમની નકારાત્મક દ્રષ્ટિ પડવાથી માણસોને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. શનિદેવ હાલ મકર રાશિમાં વક્રી અવસ્થામાં છે એટલે કે ઉલ્ટી ચાલ ચલી રહ્યા છે. તેઓ આ રાશિમાં 23 ઓક્ટોબરના રોજ માર્ગી થશે અને 17 જાન્યુઆરી 2023 સુધી મકર રાશિમાં જ માર્ગી અવસ્થામાં રહેશે. ત્યારબાદ તેઓ 17 જાન્યુઆરી 2023ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશિમાં શનિદેવ માર્ગી થવાથી તમામ રાશિમાં શુભ અને અશુભ પ્રભાવ પડશે. આવો જાણીએ કે તેમના ગોચરથી કઈ રાશિઓનું ભાગ્ય પલટાશે.
મકર રાશિ
શનિદેવ મકર રાશિમાં માર્ગી થઈને પંચ મહાપુરુષ યોગ બનાવશે. જેનાથી મકર રાશિના જાતકોને ખુબ ફાયદો થશે. તેમને દરેક કામમાં સફળતા મળશે. બગડેલા કામ થશે. ધનલાભ થશે. અટકેલા કામ પૂરા થશે. નોકરીમાં પ્રગતિ મળશે અને બિઝનેસમાં ફાયદો થશે.
કુંભ રાશિ
ધનતેરસના દિવસે શનિદેવ માર્ગી થવાથી કુંભ રાશિના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થશે. તેમના માર્ગી અવસ્થામાં હોવાથી આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. નોકરીની શોધ કરી રહેલા લોકોની ઈચ્છા પૂરી થઈ શકે છે. વેપારીઓને ધંધામાં ખુબ નફો થશે.
મીન રાશિ
શનિદેવ મકર રાશિમાં જ્યારે વક્રી અવસ્થામાંથી માર્ગી થશે ત્યારે મીન રાશિના જાતકોને તગડો લાભ કરાવશે. તેમને ખુબ ધનલાભ થશે. અટકાયેલું ધન કે આકસ્મિક ધન પ્રાપ્ત થઈ શકે છે. નોકરીની સારી સારી ઓફર મળી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube